મેં તાજેતરમાં NCFE દ્વારા આયોજિત નાણાકીય શિક્ષણ વર્કશોપમાં ભાગ લીધો, તેનાથી મને અને મારા પરિવારને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ મળી.
મેં બજેટિંગ, બચત અને યોજનાબદ્ધ રોકાણનું મહત્વ શીખ્યું છે. અગાઉ મારી પાસે એક ગાય હતી જે દરરોજ 5-6 લિટર દૂધ આપતી હતી. હવે મેં 2 વધુ ગાયો ખરીદી છે જે પ્રત્યેક 15-20 લિટર દૂધ આપે છે. આનાથી મને દરરોજની સારી આવક મળે છે અને હું તેનો સારો ભાગ બચાવી શકું છું. યોગ્ય નાણાકીય આયોજનને કારણે તે શક્ય બન્યું. Systematic savings દ્વારા હું Pandemic દરમિયાન મારા ગ્રામજનોને તેમના તબીબી ખર્ચાઓની સંભાળ રાખવામાં મદદ કરી શકી.
મેં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડને સબ્સ્ક્રાઇબ કર્યું છે. તે રૂ. 5 લાખ નું હેલ્થ કવર પૂરું પાડે છે. મેં PMSBY અને PMJJBY વિશે જાણ્યું છે જે GOI ની મુખ્ય વીમા યોજનાઓ છે અને મેં આ યોજનાઓમાં સબ્સ્ક્રાઇબ કરીને મારા કુટુંબને સુરક્ષિત કર્યું છે. તે ખર્ચ અસરકારક અને મુશ્કેલી મુક્ત છે. મેં મારી ગાયોનો વીમો પણ કરાવ્યો છે જેના માટે વેટરનરી વિભાગે મને ઘણી મદદ કરી છે.
લાંબા ગાળાના આયોજન અંગે વર્કશોપમાં મળેલા જ્ઞાને જીવન અને પૈસા પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. મને અને મારા પતિને અટલ પેન્શન યોજના (APY) એકાઉન્ટ ખોલવા માટે પ્રોત્સાહિત કર્યા. મને હવે ખાતરી થઈ ગઈ છે કે નાણાકીય સાક્ષરતા એ એક આવશ્યક life skill છે જે દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. આથી હું વર્કશોપ દ્વારા મેળવેલ જ્ઞાનને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છું.
અમારા સ્થાને આ વર્કશોપનું આયોજન કરવા બદલ હું NCFE ની આભારી છું, જેણે મને આશાવાદી રીતે મારા જીવનને જોવામાં મદદ કરી.