Color Mode Toggle
Insurance awareness quiz (BimaGyaan)

Promoted By:
Image 1 Image 2 Image 3 Image 4
POPULAR SEARCHES: NSFETENDERSFEPA

Promoted By:

એનસીએફઇ વિશે

નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સિયલ એજ્યુકેશન (​એનસીએફઇ) સેકશન 8 દ્વારા યોજાયેલી બિનનફાકારક કંપની છે જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.

વિઝન

આર્થિક રીતે જાગૃત અને સશક્ત ભારત.

મિશન

એક વિશાળ ફાઇનાન્શિયલ શિક્ષણ અભિયાન હાથ ધરવું જે લોકોને ફાઇનાન્શિયલ સુખાકારી પ્રાપ્ત કરવા માટે નાણાંનું વધુ અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે અને ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ માટે વાજબી અને પારદર્શક મશીનરી સાથે નિયંત્રિત સંસ્થાઓ દ્વારા યોગ્ય ફાઇનાન્શિયલ ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરે.

કંપનીનો ઉદ્દેશ્ય
  1. ફાઇનાન્શિયલ સ્થિરતા અને વિકાસ પરિષદની ફાઇનાન્શિયલ શિક્ષણ માટેની રાષ્ટ્રીય સ્ટ્રેટેજી મુજબ વસ્તીના તમામ વર્ગો માટે ભારતભરમાં ફાઇનાન્શિયલ શિક્ષણને પ્રોત્સાહન આપવું.
  2. સેમિનારો, વર્કશોપ, કોન્કલેવ, ટ્રેનિંગ, પ્રોગ્રામ્સ, અભિયાનો, ઝુંબેશ, પોતાની જાતે અથવા સંસ્થાઓ, સંસ્થાઓની મદદથી ફી સાથે /ફી વિના ચર્ચા મંચો દ્વારા દેશભરમાં ફાઇનાન્શિયલ શિક્ષણ અભિયાનો દ્વારા ફાઇનાન્શિયલ અવેરનેસ અને સશક્તિકરણ ઊભું કરવું અને ફાઇનાન્શિયલ શિક્ષણમાં ટ્રેનિંગ પૂરી પાડવી અને ઇલેક્ટ્રોનિક અથવા નોનઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ફાઇનાન્શિયલ શિક્ષણ સામગ્રી તૈયાર કરવી, વર્કબુકવર્કશીટ્સ, સાહિત્ય, પત્રિકાઓ, પુસ્તિકાઓ, ફ્લાયર્સ, ટેકનિકલ સહાયકો અને ફાઇનાન્શિયલ સાક્ષરતામાં સુધારો કરવા માટે ફાઇનાન્શિયલ બજારો અને ફાઇનાન્શિયલ ડિજિટલ પદ્ધતિઓ પર લક્ષ્યઆધારિત પ્રેક્ષકો માટે યોગ્ય ફાઇનાન્શિયલ સાહિત્ય તૈયાર કરવું જેથી તેમના જ્ઞાન, સમજણ, કૌશલ્યો અને નાણાંમાં યોગ્યતામાં સુધારો કરી શકાય.

આપણી યાત્રા

  1. ફાઇનાન્શિયલ સ્થિરતા અને વિકાસ પરિષદની પેટા-સમિતિની ફાઇનાન્શિયલ સર્વસમાવેશકતા અને ફાઇનાન્શિયલ સાક્ષરતા પર ટેકનિકલ ગ્રૂપના માર્ગદર્શન હેઠળ ફાઇનાન્શિયલ સર્વસમાવેશકતા અને ફાઇનાન્શિયલ સાક્ષરતા પર રાષ્ટ્રીય સ્ટ્રેટેજીનો અમલ કરવા માટે ફાઇનાન્શિયલ ક્ષેત્રનાં તમામ નિયમનકારો એટલે કે આરબીઆઈ, સેબી, આઈઆરડીએઆઈ અને પીએફઆરડીએ સાથસહકાર સાથે
    ફર્સ્ટ ફાઇનાન્સિયલ લિટરસી એન્ડ ઇન્ક્લુઝન સર્વે (એનએફએલઆઈએસ - 2013)ની જાહેરાત.
    ફાઇનાન્શિયલ શિક્ષણ માટે પ્રથમ રાષ્ટ્રીય સ્ટ્રેટેજી (એનએસએફઇ 2013-2018)ની જાહેરાત.
  2. "નેશનલ ફાઇનાન્સિયલ લિટરસી એસેસમેન્ટ ટેસ્ટ (એનએફએલએટી)નો શુભારંભ
    વૈશ્વિક સ્તરે શાળાના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી નિ:શુલ્ક વાર્ષિક ફાઇનાન્શિયલ સાક્ષરતા કસોટીમાંની એક
  3. "ફાઇનાન્સિયલ એજ્યુકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ (એફઇટીપી)" નો શુભારંભ – સમગ્ર ભારતમાં ધોરણ 6થી 10ના શિક્ષકો માટે એક વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ..
    અંગ્રેજી, હિન્દી અને અન્ય 11 પ્રાદેશિક ભાષાઓમાં "એનસીએફઇની સત્તાવાર વેબસાઇટ"નું લોન્ચિંગ.
  4. એનસીએફઇ અને સીબીએસઇ દ્વારા સંયુક્ત રીતે વિકસિત છઠ્ઠાથી દસમા ધોરણ માટે એફઇ વર્કબુકનું લોન્ચિંગ.
  5. "ફાઇનાન્સિયલ અવેરનેસ એન્ડ કન્ઝ્યુમર ટ્રેનિંગ (એફએસીટી)" પ્રોગ્રામ.નો પ્રારંભ - સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્શિયલ સાક્ષરતા પ્રોગ્રામ..
  6. એનસીએફઇને સેક્શન 8 (નોટ ફોર પ્રોફિટ) કંપની તરીકે સામેલ કરવામાં આવી છે, જેને આરબીઆઈ, સેબી, આઈઆરડીએઆઈ અને પીએફઆરડીએ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે.
    102 ઇન્ટરેક્ટિવ કિઓસ્ક અને ઇન્ફોર્મેટીવ ડિજિટલ સાઇનેજ સોફ્ટવેર (ડીએસએસ)ની સ્થાપના.
  7. "ફાઇનાન્સિયલ એજ્યુકેશનલ પ્રોગ્રામ ફોર એડલ્ટ્સ (ફેપા)" નો પ્રારંભ - ભારતની પુખ્ત વસ્તી માટે ફાઇનાન્શિયલ અવેરનેસ લાવવા માટે ફાઇનાન્શિયલ સાક્ષરતા પ્રોગ્રામ..
    સેકન્ડ ફાઇનાન્સિયલ લિટરસી એન્ડ ઇન્ક્લુઝન સર્વે (એનએફએલઆઈએસ - 2019)ની જાહેરાત.
  8. એનસીએફઇ "ઇ-એલએમએસ" નો પ્રારંભ - બેંકિંગ, સિક્યોરિટીઝ માર્કેટ્સ, વીમા અને પેન્શન ઉત્પાદનોના વિષયોને આવરી લેતા મૂળભૂત ફાઇનાન્શિયલ શિક્ષણ પર એક ઈ-લર્નિંગ કોર્સ
    ફાઇનાન્શિયલ શિક્ષણ માટે બીજી રાષ્ટ્રીય સ્ટ્રેટેજી (એનએસએફઇ 2020-2025) ની રજૂઆત.
    એનસીએફઇની ત્રિમાસિક ન્યૂઝલેટરની શરૂઆત.
  9. એનસીએફઇની સત્તાવાર વેબસાઇટ પર "ચેટબોટ" નું લોન્ચિંગ.
    અંગ્રેજી, હિન્દી અને અન્ય 11 પ્રાદેશિક ભાષાઓમાં ફાઇનાન્સિયલ એજ્યુકેશન હેન્ડબુકનું વિમોચન.
    બ્રેઇલ વાચકો માટે ફાઇનાન્સિયલ એજ્યુકેશનની માર્ગદર્શિકાનું વિમોચન
    સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) માટે ફાઇનાન્સિયલ એજ્યુકેશન હેન્ડબુકનો શુભારંભ.
  10. શાળાના વિદ્યાર્થીઓ માટે 'ફાઇનાન્સિયલ એજ્યુકેશન હેન્ડબુક ફોર સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ (એસએચજી) અને 15 'ગ્રાફિક નોવેલ્સ'નું વિમોચન.
    પ્રોક્ટરિંગ અને ડાયરેક્ટ રજિસ્ટ્રેશન સુવિધાઓ સાથે એનએફએલએટી પોર્ટલનું લોંચ.
    'એનસીએફઇ ટ્રેનર્સ' પોર્ટલનો શુભારંભ
    એનસીએફઇની વેબસાઇટ પર ફાઇનાન્શિયલ સાક્ષરતા ડેશબોર્ડનો સમાવેશ.

અમારા ન્યૂઝલેટર્સને સબ્સ્ક્રાઇબ કરો

નવીનતમ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આજે જ સાઇન અપ કરો

Skip to content