ફાઇનાન્સિયલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ (FETP)
ફાઇનાન્સિયલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ (FETP) મારફતે એનસીએફઇ વ્યક્તિઓ અને સંસ્થાઓને નિષ્પક્ષ વ્યક્તિગત ફાઇનાન્શિયલ શિક્ષણ પ્રદાન કરવાની કલ્પના કરે છે, જેથી સમગ્ર દેશમાં ફાઇનાન્શિયલ સાક્ષરતામાં વધારો થશે. એફઇટીપીખાસ કરીને ભારતભરમાં વર્ગ ૬ થી ૧૦ નું સંચાલન કરતા શાળાના શિક્ષકો માટે બનાવવામાં આવી છે. આ પ્રોગ્રામ બે પાયાના આધારસ્તંભો પર બાંધવામાં આવ્યો છેઃ શિક્ષણ અને અવેરનેસ, જેનો આશય એક ટકાઉ ફાઇનાન્શિયલ સાક્ષરતા અભિયાનની સ્થાપના કરવાનો છે, જે લોકોના જીવન પર હકારાત્મક અસર કરી શકે છે.આ પ્રોગ્રામ મારફતે, સહભાગીઓ વ્યાપક ટ્રેનિંગ મેળવે છે, અને સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તેમને ‘મની સ્માર્ટ ટીચર્સ’ તરીકે પ્રમાણિત કરવામાં આવશે. આ પ્રમાણિત શિક્ષકો પછી શાળાઓમાં ફાઇનાન્શિયલ શિક્ષણના વર્ગો દોરવા માટે સજ્જ છે. તેમની ભૂમિકા વિદ્યાર્થીઓને આવશ્યક ફાઇનાન્શિયલ કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા સુધી વિસ્તરે છે, જે સમુદાયોમાં ફાઇનાન્શિયલ સાક્ષરતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના વ્યાપક ધ્યેયમાં ફાળો આપે છે. એનસીએફઇ એફઇટીપી શિક્ષકોની ટ્રેનિંગ દ્વારા ફાઇનાન્શિયલ રીતે શિક્ષિત સમાજનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેઓ બદલામાં, તેમની શાળામાં વિદ્યાર્થીઓની ફાઇનાન્શિયલ અવેરનેસને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.