ફાઇનાન્સિયલ એજ્યુકેશન પ્રોગ્રામ ફોર એડલ્ટ્સ (FEPA)
એનસીએફઇદ્વારા વર્ષ 2019માં ફાઇનાન્સિયલ એજ્યુકેશન પ્રોગ્રામ ફોર એડલ્ટ્સ (FEPA) શરૂ કરવામાં આવ્યો હતો. ફેપાએક ફાઇનાન્શિયલ સાક્ષરતા પ્રોગ્રામ છે, જેને ખેડૂતો, મહિલા ગ્રૂપ્સ, આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, સ્વસહાય ગ્રૂપ્સ, સંસ્થાના કર્મચારીઓ, કૌશલ્ય વિકાસ તાલીમાર્થીઓ વગેરે જેવા પુખ્ત વસતીમાં ફાઇનાન્શિયલ અવેરનેસ ફેલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ફાઇનાન્શિયલ શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્ટ્રેટેજીના લક્ષ્યાંકોને અનુરૂપ હાથ ધરવામાં આવે છે અને વિશેષ કેન્દ્રિત જિલ્લાઓ (SFDs) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એનસીએફઇ દ્વારા દર વર્ષે 5,000થી વધુ એફઇપીએ હાથ ધરવામાં આવે છે. આ પ્રોગ્રામ “ફાઇનાન્શિયલ રીતે જાગૃત અને સશક્ત ભારત”ની અમારી દ્રષ્ટિમાં નોંધપાત્ર પ્રદાન કરશે તેવી અપેક્ષા રાખે છે.
fe_programs@ncfe.org.in +91- 022-68265115
ફેપાની મુખ્ય લાક્ષણિકતાઓ
ઉદ્દેશ્ય
ફાઇનાન્શિયલ અવેરનેસ લાવવી, જે ફાઇનાન્શિયલ સેવાઓ અને ઉત્પાદનોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા માટે સમાજના આર્થિક રીતે બાકાત રાખવામાં આવેલા વર્ગોમાં વિશ્વાસ પેદા કરશે, જેથી વધુ ને વધુ લોકો ઔપચારિક ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં આવશે.
લક્ષ્ય ગ્રુપ
પુખ્ત વસ્તી જેમ કે વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ, એસએચજી સભ્યો, ખેડૂતો અને ગ્રામીણ લોકો, મહિલા ગ્રૂપ્સ, ઘરના લોકો, મનરેગા કાર્ડધારકો, દળોના કર્મચારીઓ અથવા સમાજના આર્થિક રીતે બાકાત રાખવામાં આવેલા વર્ગના અન્ય વર્ગોના કર્મચારીઓ.
વિના મૂલ્યે
વર્કશોપ વિના મૂલ્યે યોજવામાં આવશે અને સહભાગીઓ પાસેથી કોઈ પૈસા એકત્રિત કરવામાં આવશે નહીં. NCFE વિના મૂલ્યે સામગ્રી પ્રદાન કરશે.
ટ્રેનર્સ
NCFE પાસે ભારતભરમાં FEPA વર્કશોપ યોજવા માટે ફાઇનાન્શિયલ શિક્ષણ ટ્રેનર્સનું નેટવર્ક છે
કન્ટેન્ટ
એનસીએફઇ FEPA માટે ફાઇનાન્શિયલ શિક્ષણ સામગ્રી વિકસાવી છે જે ખાસ કરીને સમાજની પુખ્ત વસ્તીને લક્ષ્યમાં રાખે છે. વિષયો નીચે મુજબ છે: આવક, ખર્ચ અને બજેટિંગ, બચત, બેંકિંગ, ક્રેડિટ અને ડેટ મેનેજમેન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ, વીમો, રોકાણ, નિવૃત્તિ અને પેન્શન્સ, સરકારની ફાઇનાન્શિયલ સર્વસમાવેશક યોજનાઓ, છેતરપિંડીનું રક્ષણ – પોન્ઝી યોજનાઓ અને રજિસ્ટ્રેશન વગરના રોકાણ સલાહકારો સામે સાવચેતી અને ફરિયાદ નિવારણ.